Western Times News

Gujarati News

ભરૂચ એસ.ઓ.જી પોલીસે કસક વિસ્તારમાંથી મહિલાને ૧.૨૫૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી.

(પ્રતિનિધિ) ભરૂચ, પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા વડોદરા વિભાગ નાઓ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓની સુચના અને માર્ગદર્શન આધારે એસ.ઓ.જી.ચાર્ટર મુજબની કામગીરી અનુસંધાને હે.કો.રવિન્દ્રભાઈ નુરજીભાઈ નાઓને બાતમીદારથી બાતમી મળેલ કે ભરૂચમાં ન્યુ કસક મોજમખાનબાવાની દરગાહ પાસે રહેતી હસીનાબેન અબ્દુલ મુસા અરબ તેના રહેણાંક મકાનમાં વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો રાખી અને વેચાણ કરે છે જે આધારે પોલીસ ઈન્સપેકટર પી.એન.પટેલ અને પો.સ.ઈ કે.એમ.ચૌધરી તેમજ આર.એમ.વસાવા ભરૂચ શહેર સી ડીવીઝન તથા એસ.ઓ.જી પોલીસ માણસોની ટીમે રેઈડ કરતા તેણીના રહેણાંક મકાનમાં આવેલ પતરાની અનાજ ભરવાની કોઠીના નીચે એક કાળા કલરની પ્લાસ્ટીકની થેલીમાં ગેરકાદેસરનો ગાંજો ૧.૨૫૦ ગ્રામ કિંમત રૂપિયા ૮,૭૫૦ તથા ઈલેકટ્રીક વજન કાંટો કિંમત રૂપિયા ૫૦૦ તથા સેમસંગ કંપનીનો જુનો મોબાઈલ ફોન કિંમત રૂપિયા ૫૦૦ મળી કુલ ૯,૭૫૦ ના મુદ્દામાલ સાથે પકડાઈ જતા એન.ડી.પી.એસ.એકટ કલમ ૮(સી),૨૦(બી) મુજબ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ પોલીસ સબ ઈન્સપેકટર એસ.એન.ગોહિલ નાઓ ચલાવી રહેલ છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.