Western Times News

Gujarati News

ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ચારૂસેટ યુનિવર્સીટીની મુલાકાત લીધી

(પ્રતિનિધિ) ચાંગા, ગુજરાતના રાજયકક્ષાના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ચાંગા સ્થિતિ વિશ્વ વિખ્યાત ચારૂસેટ યુનિવર્સીટીની મુલાકાતે આવ્યા હતા. પ્રદીપસિહ જાડેજાનું ચારૂસેટ યુનિવર્સીટીમાં પુષ્પગુચ્છથી સ્વાગત ચારૂસેટ- કેળવણી મંડળના પ્રમુખ સુરેન્દ્ર પટેલે કર્યું હતું. પ્રદીપસિંહ જાડેજાએ ચારૂસેટ યુનિવર્સીટી કેમ્પસની મુલાકાત લીધી હતી અને યુનિવર્સીટીના વિવિધ વિભાગો કોલેજાની કામગીરીથી પ્રભાવિત થયા હતા તેમણે ચારૂસેટ હોસ્પિટલની પણ મુલાકાત લઈ હોસ્પિટલની સેવાકીય આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓને બિરદાવી હતી. પ્રદીપસિંહની મુલાકાત દરમિયાન કેળવણી મંડળના સી.એ. પટેલ, સહમંત્રી મધુબેન પટેલ, ચારૂસેટના પ્રોવોસ્ટ ડો. પંકજ જાષી, રજીસ્ટ્રાર ડો. દેવાંગ જાશી, ચારૂસેટ સંલગ્ન વિવિધ સંસ્થાઓના ડીન- પ્રિન્સીપાલો ઉપસ્થિત રહ્યા હતા.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.