Western Times News

Gujarati News

ખામીયુક્ત ફોન આપનાર દુકાનદારને વ્યાજ સાથે મોબાઈલ પરત લેવા આદેશ

Files Photo

૧ર હજારમાં લીધેલ ફોનમાં વારંવાર ખામીઓ જણાતા આખરે મામલો ગ્રાહક કોર્ટમાં પહોંચ્યો હતો

મોડાસા, મોડાસા નગરના એક ગ્રાહક નિર્મલકુમાર પ્રવીણચંદ્ર પંડયા (રહે. મોતીસાગર સોસાયટી, મોડાસા)એ તા.ર૪.૪.રરના રોજ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલા ગૌતમ મોબાઈલ શોપમાંથી રૂા.૧ર,૦૦૦/-માં મોબાઈલ ખરીદ્યો હતો.

મોબાઈલ ખરીદ કર્યાના દિવસથી જ આ મોબાઈલમાં ખામી જણાઈ આવી હતી. આ મોબાઈલમાં ડિસ્પ્લે ઉપડ ડોટસ તેમજ રંગીન લીટા જાેવા મળ્યાં હતા જેથી ગ્રાહકે વેપારીને આ અંગે ફરિયાદ કરતા વેપારીએ મોબાઈલ ગ્રાહક પાસેથી લઈ સર્વિસ સેન્ટરમાં મોકલી આપ્યો હતો.

અઠવાડિયા બાદ વેપારીએ મોબાઈલ ગ્રાહકને પરત કર્યો હતો પણ આ મોબાઈલમાં સ્ક્રીન ઝાંખી દેખાવી અને કોઈપણ ફાઈલ ડાઉનલોડ ન થવી તથા પ્રોસેસર ધીમું ચાલવું સહિતના પ્રશ્નો ઉદ્‌ભવતા ગ્રાહકે વેપારીને ફરિયાદ કરી હતી, પરંતુ વેપારીએ સંતોષકારક જવાબ નહી આપતા અને વારંવાર સર્વિસ સેન્ટરમાં બતાવો

એવા જવાબ આપતા આ પ્રકરણે ગ્રાહક નિર્મલકુમાર પંડયાએ વેપારી સામે અરવલ્લી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં કેસ દાખલ કરાયો હતો. આ કેસ ચાલી જતા ગ્રાહક તકરાર કમીશને પ્રોડેકટ લાયાબિલીટી એકશન હેઠળ ખામીયુકત મોબાઈલના વેચાણ,

ગેર વ્યાજબી રીતરસમ આચરણ બદલ ગ્રાહક સુરક્ષા ધારાની જાેગવાઈઓ હેઠળ ગૌતમ મોબાઈલ શોપના વેપારીને સેવાકીય ખામી બદલ જવાબદાર ઠેરવ્યાં હતા અને ખામીયુક્ત મોબાઈલ પરત લઈ રૂા.૧ર૦૦૦/- ૭ ટકા વ્યાજ સહિત પરત ચુકવવા આદેશ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.