Western Times News

Gujarati News

પ્રજ્ઞા જયસ્વાલની લેટેસ્ટ તસવીરોએ મચાવ્યો હંગામો

મુંબઈ, પ્રજ્ઞા જયસ્વાલ ભારતીય સિનેમાનું જાણીતું નામ છે અને તે મુખ્યત્વે તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે. હાલમાં અભિનેત્રી કેટલીક તસવીરો શેર કરી છે. પ્રજ્ઞા જયસ્વાલે તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે. તેણે નક્ષત્રમ અને અખંડ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. ૧૨ જાન્યુઆરી ૧૯૮૮ ના રોજ મધ્ય પ્રદેશના જબલપુરમાં જન્મેલી, અભિનેત્રી ‘મિર્ચી લાંટી કુરાર્દુ’, ‘કાંચે’, ‘દેગા’, ‘અખંડ’ અને ઘણી વધુ સહિત અનેક તમિલ અને તેલુગુ ફિલ્મોનો ભાગ રહી ચુકી છે.

પ્રજ્ઞા જયસ્વાલે વર્ષ ૨૦૧૪માં તમિલમાં રિલીઝ થયેલી વિરાટ્ટુ સાથે અભિનયની શરૂઆત કરી હતી. વિરાટ્ટુ માટે, તેણીને ૬૩મા ફિલ્મફેર એવોર્ડ સાઉથમાં બેસ્ટ ફીમેલ ડેબ્યુ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. ૨૦૧૪ માં જ, પ્રજ્ઞાએ તેલુગુ સિનેમામાં દેગા સાથે ડેબ્યૂ કર્યું હતું અને આમાં પણ તેના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

જયસ્વાલને તેલુગુ પીરિયડ ડ્રામા કાંચે (૨૦૧૫) સાથે પણ સફળતા મળી, જેના માટે તેણીને શ્રેષ્ઠ ડેબ્યુ અભિનેત્રીનો સાઉથ એવોર્ડ આપવામાં આવ્યો જયસ્વાલે ‘ટીટુ એમબીએ’થી હિન્દી ફિલ્મમાં પ્રવેશ કર્યો હતો. તે નક્ષત્રમ (૨૦૧૭) અને આચારી અમેરિકા ટ્રાવેલ્સ (૨૦૧૮) સહિતની ફિલ્મોમાં પણ જાેવા મળી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.