Western Times News

Gujarati News

મોંઘવારી ભથ્થાના વધારાની જાહેરાત કરવામાં આવી શકે છે

ગાંધીનગર, કેન્દ્ર સરકાર જલ્દી જ ૭માં પગારપંચ અંતર્ગત કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું અને પેંશનધારકો માટે મોંઘવારી રાહતમાં વધારાની જાહેરાત કરવાની તૈયારી કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, સરકાર દશેરા સુધીમાં ડ્ઢછમાં વધારાની જાહેરાત કરી શકે છે. જેથી દિવાળી પહેલાં ઓક્ટોબરની સેલરીમાં કર્મચારીઓને વધેલું ડ્ઢછ મળી શકે.

રિપોર્ટ્‌સ અનુસાર, ડ્ઢછમાં ૪ ટકા વધારાની જાહેરાત થઇ શકે છે. જાેકે, છેલ્લો ર્નિણય સરકારની મંજૂરી પર ર્નિભર કરે છે. જાે સરકાર ડ્ઢછને ૪ ટકા વધારે છે, તો ડ્ઢછ હાલના ૪૨ ટકાથી વધીને ૪૬ ટકા થઇ શકે છે. જાેકે, એવી શક્યતાઓ છે કે સરકાર ડ્ઢછમાં ૩ ટકા સુધી વધારો કરી શકે છે, જેથી ડ્ઢછ ૪૫ ટકા થઇ જશે. જણાવી દઈએ કે ડ્ઢછમાં થનારો આ વધારો ૧ જુલાઈ, ૨૦૨૩થી લાગૂ ગણાશે. જેને લઈને કર્મચારીઓને જુલાઈથી સપ્ટેમ્બર એમ કુલ ૩ મહિનાનું ડ્ઢછ એરીયર મળશે. આ જાહેરાતથી ૪૭ લાખ કર્મચારીઓ અને ૬૮ લાખ પેંશનધારકોને સીધો ફાયદો થશે.

ઘણા કર્મચારીઓ ડ્ઢછમાં ૪ ટકા વધારાને ધ્યાનમાં રાખીને ગણતરી કરવા લાગી ગયા છે કે ઓક્ટોબર મહિનામાં તેમને કેટલી સેલરી મળશે. જે કર્મચારીનો માસિક પગાર ૫૦ હજાર રૂપિયા છે અને તેની બેસિક સેલરી ૧૫ હજાર રૂપિયા છે, તેમને હાલ ૬૩૦૦ રૂપિયા ડ્ઢછ મળે છે, જે મૂળ પગારના ૪૨ ટકા છે. જાે ડ્ઢછમાં ૪ ટકા વધારો થશે, તો સેલરીમાં ડ્ઢછ વધીને માસિક ૬૯૦૦ રૂપિયા થઇ જશે.

એટલે કે સેલરીમાં ૬૦૦ રૂપિયાનો વધારો થશે. જાે કોઈનો માસિક પગાર ૫૦ હજાર રૂપિયા છે અને તેની બેસિક સેલરી ૧૫ હજાર રૂપિયા છે, તો તેની સેલરીમાં માસિક ૬૦૦ રૂપિયાનો વધારો થશે. વધારવામાં આવનારું ડ્ઢછ ૧ જુલાઈથી મળશે, એટલે કે જાે તમારા પગારમાં માસિક ૬૦૦ રૂપિયાનો વધારો થશે, તો સેલરીમાં ૩ મહિનાનું ડ્ઢછ એરીયર પણ મળશે. આમ સેલરીમાં ઓક્ટોબર મહિનાનું ડ્ઢછ પણ ઉમેરી દેવામાં આવે તો ઓક્ટોબરની સેલરીમાં ૨૪૦૦ રૂપિયા વધુ મળશે. ત્યારે આ ખુશખબરથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેંશનધારકોની દિવાળી સુધરી શકે છે.

હાલ ૧ કરોડથી વધારે પેંશનર્સ અને કેન્દ્રીય કર્મચારીઓને ૪૨% મોંઘવારી ભથ્થું મળે છે. મોંઘવારી ભથ્થાને છેલ્લે ૨૪ માર્ચ, ૨૦૨૩ના રોજ રિવાઇઝ કરાયું હતું, જેને ૧ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજથી લાગુ કરી દેવામાં આવ્યું હતું.

આ દરમિયાન સરકારે મોંઘવારી ભથ્થામાં ૪% વધારો કરવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દર વર્ષે બે વખત મોંઘવારી ભથ્થામાં વધારો કરી રહી છે. જાન્યુઆરીથી જૂનમાં એકવાર અને જુલાઈથી ડિસેમ્બરમાં ફરી એકવાર ડીએમાં વધારો થશે. ડીએ દર વર્ષે બે વાર વધે છે. તે મુજબ કર્મચારીઓના વેતનમાં પણ વધારો થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.