Western Times News

Gujarati News

રણવીર સિંહનો દમદાર ફર્સ્ટ લુક સામે આવ્યો

મુંબઈ,  આલા રે આલા, સિમ્બા આલા! રણવીર સિંહ ‘સિંઘમ ૩’માં સિમ્બાના રૂપમાં પાછો ફર્યો છે. રોહિત શેટ્ટીની એક્શન કોપ ફિલ્મ ‘સિંઘમ ૩’ થી રણવીર સિંહનો પહેલો લુક સામે આવી ગયો છે. રોહિત શેટ્ટી દ્રારા નિર્દેશિત આ ફિલ્મમાં રણવીર પાંચ વર્ષ પછી પોલીસ અધિકારી ભાલેરાવના રૂપમાં પાછો ફર્યો છે. આ પહેલાં રણવીર સિંહે ફિલ્મ સિમ્બાની ભુમિકા નિભાવી હતી જે વર્ષ ૨૦૧૮માં રિલીઝ થઇ હતી.

સિંઘમ ૩નાં નવા પોસ્ટરમાં રણવીર સિંહ દોડતો જાેવા મળી રહ્યો છે. આ પોસ્ટરના બેકગ્રાઉન્ડમાં ભગવાન હનુમાન સાથે જાેવા મળી રહ્યો છે. સોશિયલ મિડીયામાં રણવીર સિંહનું આ પોસ્ટર લોકોને ખૂબ પસંદ પડી રહ્યો છે. આ પોસ્ટરમાં ભગવાન હનુમાનની ઝલક જાેઇને ફેન્સ રોહિત શેટ્ટીની અપકમિંગ ફિલ્મની કહાનીને લઇને જાતજાતની વાતો કરી રહ્યા છે, જેમાં જાણવા મળે છે કે રોહિત શેટ્ટીની એક્શન કોપ ફિલ્મ ‘સિંઘમ અગેન’માં કંઇક મોટો ફેરફાર જાેવા મળશે.

સિંઘમ અગેનનું નવું પોસ્ટર રોહિત શેટ્ટી અને દિપીકા પાદુકોણે પોતાના સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર શેર કર્યુ છે. રણવીર સિંહે પણ એનો ફર્સ્ટ લુક શેર કર્યો છે. સોશિયલ મિડીયામાં રણવીરનો આ ફર્સ્ટ લુક ખૂબ ચર્ચામાં છે અને લોકો જાતજાતની અટકળો લગાવી રહ્યા છે.

ફિલ્મના પોસ્ટરમાં હનુમાનની ઝલક જાેવા મળી રહી છે. નિર્દેશકે આ પહેલાં નવરાત્રીના પહેલાં દિવસે દિપીકા પાદુકોણનો પહેલો લુક શેર કર્યો હતો અને ફોટો શેર કરતા લખ્યું હતુ કે, દિપીકા એની આ ફિલ્મમાં પહેલી પોલીસકર્મી એટલે લેડી સિંઘમની ભૂમિકા નિભાવશે. સિંઘમ અગેનથી રણવીર સિંહનો ફર્સ્ટ લુક શેર કરવામાં આવ્યો છે.

પોસ્ટરમાં રણવીર પોલીસના કપડામાં જાેવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં એક્ટર ફરી એક વાર સંગ્રામ ભાલેરાવના રોલમાં જાેવા મળશે અને મોટો ધડાકો કરશે એવી શક્યતા રહેલી છે. આ પોસ્ટરના બેકગ્રાઉન્ડની વાત કરીએ તો એમાં ભગવાન હનુમાનની તસવીર જાેવા મળી રહી છે. સિંઘમ ૩ વર્ષ ૨૦૨૪ માં રિલીઝ થશે.

રોહિત શેટ્ટીના ડાયરેક્શનમાં બનતી ફિલ્મ ‘સિંઘમ ૩’માં અજય દેવગન સિવાય કરિના કપૂર, દિપીકા પાદુકોણ, ટાઇગર શ્રોફ પણ જાેવા મળશે. આ ફિલ્મમાં સિમ્બા એટલે કે રણવીર સિંહ અને સૂર્યવંશી એટલે કે અક્ષય કુમાર કેમિયો રોલમાં જાેવા મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.