Western Times News

Gujarati News

વિવાહ-૩ નો ફર્સ્ટ લુક OUT, ફેમિલી ડ્રામા હશે ફિલ્મ

મુંબઈ, ભોજપુરી બોક્સ ઓફિસ પર વિવાહ સિરીઝની ત્રીજી ફિલ્મ વિવાહ ૩નો ફર્સ્ટ લુક આજ રોજ રિલીઝ થઇ ગયો છે. આ ફિલ્મમાં ફરી એક વાર સુપર સ્ટાર પ્રદીપ પાંડે ચિંટૂ મુખ્ય ભુમિકામાં જાેવા મળશે. જ્યારે આમ્રપાલી દુબે આ ફિલ્મની ફ્રેન્ચાઇઝમાં ચિંટૂની ઓપિઝિટ મુખ્ય ભૂમિકા માટે પસંદ કરવામાં આવી છે. બન્નેનું પ્રેઝન્સ ફિલ્મના ફર્સ્ટ લુકમાં એક્સાઇટમેન્ટને લઇને વધારે છે.

ફિલ્મનો ફર્સ્ટ લુક આઉટ થતાની સાથે વાયરલ થઇ રહ્યો છે. યશ ફિલમ્સ અભય સિન્હા અને રેણુ વિજય ફિલ્મ્સ એન્ટરટેનમેન્ટ પ્રસ્તુત નિર્માતા નિશાંત ઉજ્જવલની આ ફિલ્મને લઇને ભોજપૂરી ફિલ્મના ચાહકોમાં ઉત્સુક્તા વધી ગઇ છે. આમ વિવાહ ૩ના ફર્સ્ટ લુકની વાત કરવામાં આવે તો આ એક ફોલ્ડ કરાયેલા કાગળના પેજમાં ચિંટૂ અને આમ્રપાલીની પડછાયો જાેવા મળી રહ્યો છે.

આમ, એક ફ્રેમમાં લગ્નના બંધનમાં બંધાયેલા જાેવા મળી રહ્યા છે. આ ફિલ્મનું નિર્દેશન ફિલ્મ નિર્દેશકર રજનીશ મિશ્રાએ કર્યુ છે જે આ વાત જણાવે છે કે ફિલ્મ એક વાર ફરી બોક્સ ઓફિસ પર ધમાકો કરવા જઇ રહી છે. આમ, આ વાતમાં પ્રદિપ પાંડે પણ સહમતિ આપે છે અને કહે છે કે ફિલ્મ વિવાહ ૩ દર્શકોની વચ્ચે એમાં પણ ખાસ કરીને મહિલાઓને ખૂબ આકર્ષિત કરશે.

ચિંટૂ જણાવે છે કે અમારી ફિલ્મ એક ક્લાસની સાથે-સાથે માસ ઓરિએન્ટેડ પણ હોય છે. વધુમાં જણાવે છે કે આમ્રપાલી દુબેની સાથે વિવાહ સિરીઝની આ અમારી બીજી ફિલ્મ છે અને મને વિશ્વાસ છે કે આ ફિલ્મ ફરી એક વાર બાજી મારશે. આ વિશે કહે છે કે વિવાહ ૩માં મારી મહત્વની ભૂમિકા છે. આ ભૂમિકામાં હું લોકોને ખૂબ પસંદ પડીશ.

આ ફિલ્મને લઇને નિર્માતા નિશાંત ઉજ્જવલનું કહેવુ છે કે મન શાંત કરીને બેસો. એક મજેદાર ડ્રામા ફિલ્મ લોકો માટે રેડી છે. આ મુવીની એક ઝલક ફર્સ્ટ લુકમાં જાેઇ છે. જલદી આ ફિલ્મનું ટ્રેલર આવશે. નિર્માતાએ આ ફિલ્મને બિગ સ્કેલ પર રેડી કરવામાં આવી છે. ફિલ્મના દરેક કલાકારો આમાં મહત્વની ભૂમિકામાં જાેવા મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.