Western Times News

Gujarati News

બોમ્બે ફેશન વીકમાં દેબીના બેનર્જીએ દીકરીઆે સાથે રેમ્પવોક કર્યુ

મુંબઈ, ટીવી એક્ટ્રેસ દેબીના બેનર્જી હાલમાં સોશિયલ મિડીયામાં છવાઇ ગઇ છે. એક્ટ્રેસના બહુ મોટી સંખ્યા ફેન ફોલોઇંગ છે. લોકો રૂબીનાની એક એક સ્ટાઇલ પર ફિદા થઇ જાય છે. લોકોને એક્ટ્રેસ અને પતિ ગુરમીત સાથેની જાેડી ખૂબ પસંદ પડે છે. સોશિયલ મિડીયામાં એક્ટિવ રહેવાની સાથે સાથે દેબીના પોતાની લાઇફમાં યુટ્યૂબ બ્લોગ્સના માધ્યમથી સ્નીકપીક આપતી રહી છે.

હાલમાં એક્ટ્રેસ બે બાળકોની માતા બની. માતા બનવાની જર્નીમાં પણ દેબીના ફેન્સની સાથે દરેક વાત ખુલીને કરતી હતી. પ્રેગનન્સીથી લઇને બેબી આવવા સુધીની સફરથી લોકોને ખુશ કરી દીધા હતા.એવામાં બેબી આવતા પહેલાં લોકો એનાથી કનેક્ટ થઇ ગયા હતા. જાે કે હાલમાં દેબીનાનો એક લેટેસ્ટ વિડીયો સામે આવ્યો છે જેમાં બન્ને દીકરીઓ સાથે રેમ્પ વોક કરી રહી છે.

એક્ટ્રેસ દેબીના બેનર્જી બોમ્બે ફેશન વીકમાં દીકરીઓ સાથે રેમ્પ વોક કરતી જાેવા મળી. એનો આ સુપર ક્યૂટ વિડીયો હાલમાં સોશિયલ મિડીયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં તમે જાેઇ શકો છો કે દેબીનાએ મરુણ અને ઓરેન્જ કલરનો રફેલ ડ્રેસ કેરી કર્યો હતો. આટલું જ નહીં બન્ને દીકરીઓએ પણ મસ્ત રીતે મેંચિંગ સાથે આઉટફિટ પહેર્યા હતા. આ વિડીયો એટલો મસ્ત છે કે વારંવાર જાેવાનું મન થઇ જાય.

આ વિડીયોમાં તમે જાેઇ શકો છો કે એક્ટ્રેસે એકનો હાથ પક્ડયો અને બીજી દીકરીને ખોળામાં લઇને વોક કરી રહી હતી. ઓડિયન્સ પિતા ગુરમીત ચૌધરી હતા. આમ જેવી રીતે એક્ટ્રેસની દીકરીએ પિતાને જાેઇ લીધા એમ એના મનમાં હલચલ થવા લાગી. દેબીના દીકરીઓને ગુરમીત પાસે લઇને જાય છે અને ગુરમીત પ્રેમથી વ્હાલ કરે છે. ત્યારબાદ આગળ વધ્યા અને ફરી રેમ્પ વોક કરવાનું શરૂ કર્યું. જાે કે આટલું જ નહીં, દીકરીએ પિતા પાસે જવા માટે અને ખોળામાં બેસવા માટે જીદ કરી હતી. એવામાં દેબીના દીકરીને સાથે લઇને રેમ્પ વોક કરવાની કોશિશ કરી છે.

ઉલ્લેખનીય છે કે એક્ટ્રેસ બીજી દીકરીને ખોળામાં લઇને આગળ વધી. આ શાનદાર વિડીયો હાલમાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. દીકરી સાથે મસ્ત આગવા અંદાજમાં ડાન્સ પણ કર્યો હતો, પરંતુ બેબીનું પૂરેપુરું ધ્યાન પિતા ગુરમીત સામે હતુ. વિડીયોમાં દરેક મુમેન્ટ્‌સ ખૂબ ક્યૂટ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.