Western Times News

Gujarati News

સલમાન અને કેટરિનાની જાેડીએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું

મુંબઈ, સલમાન અને કેટરીનાની ઓન-સ્ક્રીન જાેડી ચાહકોને ઘણી પસંદ આવે છે. આ બંનેએ સિલ્વર સ્ક્રીન પર પહેલા અને ઘણી ફિલ્મો દ્વારા ઘણી કમાલ કરી છે. ટાઈગર અને ઝોયા એટલે કે સલમાન ખાન અને કેટરિના કૈફની જાેડી થિયેટરોમાં પરત ફરવા જઈ રહી છે. બંને તેમની આગામી ફિલ્મ ટાઈગર ૩ માટે ઘણા સમયથી હેડલાઈન્સમાં છે.

ચાહકો ઘણા સમયથી આ ફિલ્મની રાહ જાેઈ રહ્યા હતા, જે હવે પૂર્ણ થવા જઈ રહી છે. આ ફિલ્મ ૧૧ નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફરી એકવાર સલમાન ખાન એક્શનમાં જાેવા મળશે. કેટરીનાએ ૨૦૦૩માં રિલીઝ થયેલી ફિલ્મ બૂમથી બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. જાેકે તેણે ૨૦૦૬માં મૈને પ્યાર ક્યૂં કિયાથી લોકપ્રિયતા મેળવી હતી. આ ફિલ્મમાં તે અને સલમાન પહેલીવાર સાથે જાેવા મળ્યા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. ડેવિડ ધવનના નિર્દેશનમાં વર્ષ ૨૦૦૭માં રીલિઝ થયેલી ફિલ્મ પાર્ટનર દરેકને પસંદ આવી હતી.

આ ફિલ્મમાં કેટરિના અને સલમાન પણ હતા. જાેકે કેટરીના ગોવિંદાની સામે જાેવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. આ બંનેની એક ફિલ્મ યુવરાજ પણ છે, જેનું નિર્દેશન સુભાષ ઘાઈએ કર્યું હતું. આ ફિલ્મમાં મિથુન ચક્રવર્તી, અનિલ કપૂર, ઝાયેદ ખાન જેવા સ્ટાર્સ પણ જાેવા મળ્યા હતા. કેટરીના ૨૦૦૮માં સલમાન ખાનની ફિલ્મ હેલોમાં પણ જાેવા મળી હતી.

આ ફિલ્મમાં તે સ્ટોરીટેલર તરીકે જાેવા મળી હતી. તેમાં શરમન જાેશી, અમૃતા અરોરા અને અરબાઝ ખાન જેવા સ્ટાર્સ પણ હતા. ૨૦૧૨માં આવેલી ટાઈગર ફ્રેન્ચાઈઝીની પ્રથમ ફિલ્મ એક થા ટાઈગર હતી, જેના દ્વારા બંનેએ સિલ્વર સ્ક્રીન તેમજ લોકોના દિલ અને દિમાગ પર કબજાે જમાવ્યો હતો. લોકોએ ટાઇગર અને ઝોયાને એટલો પસંદ કર્યો કે ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર ૧૯૮ કરોડ રૂપિયાની કમાણી કરી.

આ બંનેએ ટાઈગર ફ્રેન્ચાઈઝીની આગામી ફિલ્મ ટાઈગર ઝિંદા હૈમાં શાનદાર કામ કર્યું હતું. આ ફિલ્મ રૂ. ૩૩૯ કરોડથી વધુની કમાણી સાથે બ્લોકબસ્ટર રહી હતી. આ બંનેની એક ફિલ્મ ભારત પણ છે, જે વર્ષ ૨૦૧૯માં રિલીઝ થઈ હતી. અલી અબ્બાસ ઝફરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ૨૧૧ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.