Western Times News

Gujarati News

બોપલમાં લૂંટ વિથ ગેંગ રેપ: ફરાર થયેલા 5 આરોપીઓ પાલનપુરથી ઝડપાયા

બોપલમાં લૂંટારૂઓએ મહિલા ઉપર સામૂહિક બળાત્કાર ગુજાર્યાે

અમદાવાદ, રાજ્યમાં દિવસેને દિવસે ક્રાઈમની ઘટનાઓ વધતી હોય તેવા અવાર નવાર કિસ્સાઓ સામે આવી રહી છે. પોલીસના સતત પેટ્રોલિંગ વચ્ચે પણ બેફામ ક્રાઈમના બનાવો બની રહ્યાં છે. અમદાવાદના બોપલમાં લૂંટ વિથ ગેંગ રેપનો બનાવ સામે આવ્યો છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં નવા બની રહેલા ફ્લેટમાં એક મહિલા પર ચાર નરાધમ શખ્સોએ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે.

ફ્લેટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતી મહિલા પર દુષ્કર્મ આચાર્યુની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. તેમજ એક લાખ રૂપિયાની લૂંટ ચલાવી મહિલાને બંધક બનાવી ગેંગરેપ ગુજાર્યોના મામલો પોલીસ સુધી પહોચ્યો છે.જે સમગ્ર મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને સાબરકાંઠા એલસીબીએ શકમંદોની અટકાયત કરી છે, તેમજ સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે.

નબળી માનસિકવૃત્તિ ધરાવતા શખ્સો ગુના કરતા જરા પણ ખચકાતા ન હોય તે આ ઘટના પરથી જાણવા મળી રહ્યું છે. જાે કે, આ સમગ્ર બનાવને લઈ પોલીસે પણ તપાસનો આકરો ધમધમાટ શરૂ કરી દીધો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર બોપલ વિસ્તારમાં નવા બની રહેલા ફ્લેટમાં પાંચ નરાધમોએ ૩૦ વર્ષની મહિલા પર ગેંગરેપ કર્યો હતો અને સાથે એક લાખ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થયા હતા. આરોપીઓએ ફ્લેટની લાઈટો બંધ કરી બંધક બનાવી મહિલા પર સામુહિક દુષ્કર્મ આચરીને ફરાર થઇ ગયા હતા. આ અંગે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

ફરાર થયેલા આ આરોપીઓ બનાસકાંઠાના પાલનપુરમાં એક બસમાંથી ઝડપાઇ ગયા છે. બનાસકાંઠા LCBએ અરોમા સર્કલ પાસેથી એક બસમાંથી આ પાંચેય આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓમાં ત્રણ પંજાબના છે, જયારે બે આરોપીઓ ઉત્તરપ્રદેશના છે. શહેરમાં ગુનાખોરી વધતી જઈ રહી છે. બે દિવસ પહેલા ૪૮ કલાકમાં હત્યાના ૩ બનાવો બન્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.