Western Times News

Gujarati News

સેતુ મીડિયા દ્વારા વિવિધ કેટેગરીમાં 24 એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા

ગુજરાત અને દેશની પ્રતિષ્ઠિત પબ્લિક રિલેશન્સ ફર્મ સેતુ મીડિયા મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા  31 ડિસેમ્બર, 2023ના રોજ સેતુ મીડિયા એવોર્ડ્સ 2023નું આયોજન કરવામાં આવ્યું હતુ. સેતુ મીડિયા દ્વારા પોતાના કર્મચારીઓ, ક્લાયંટ્સ અને મીડિયા ફેટરનિટીના કુલ 24 લોકોને સેતુ મીડિયા એવોર્ડ્સ 2023થી સમ્માનિત કરવાં આવ્યા હતા.

આ એવોર્ડ સમારંભમાં મુખ્ય અતિથી તરીકે એએમએના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી ઉન્મેશ દિક્ષિત, રેડિયોજગતમાં ખ્યાતનામ અને ટોપ એફએમના પ્રોગ્રામિંગ હેડ આરજે પાયલ રાઠોડ, વી- કેર ગ્રુપના ડિરેક્ટર ધવલ શાહ, 369 મીડિયા કન્વર્જન્સના ડિરેક્ટર શ્રી રાહુલ શ્રીવાસ્તવ તથા કરિશ્મા ક્રિએશનના ડિરેક્ટર શ્રી પંકજ ખત્રી ના હસ્તે એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા અને આ તમામ અતિથી દ્વારા એવોર્ડ્સ વિજેતાઓને પ્રોત્સાહન પુરૂં પાડવામાં આવ્યું હતુ.

સેતુ મીડિયા દ્વારા નવા વર્ષના પ્રારંભ પહેલા પોતાના કર્મચારીઓ સહિત મીડિયા ફેટરનિટીને એવોર્ડ્સથી સમ્માનિત કરવાની અનોખી પહેલ છેલ્લા 4 વર્ષ હાથ ધરવામાં આવી રહી છે, જેના વિશે સેતુ મીડિયાના ડિરેક્ટર શ્રી રાજેશ હિંગુએ જણાવ્યું હતુ કે, “આ પ્રકારના આયોજન થકી અમારો ઉદ્દેશ કર્મચારીઓને તેમણે વર્ષ દરમિયાન કરેલી મહેનતને બિરદાવવાનો,

જ્યારે મીડિયાકર્મીઓએ કરેલી અથાગ મહેનતને ઓળખ આપવાનો તેમજ સેતુ મીડિયાને હંમેશા સહયોગ આપી તેમની સાથે જોડાઇ રહેલા ક્લાયંટ્સને બિરદાવવાનો રહેલો છે. હું આ પ્રસંગે જેઓને એવોર્ડ્સ મળ્યા છે તે તમામને અભિનંદન અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.