Western Times News

Gujarati News

અનંત-રાધિકા પર મોંઘીદાટ ગિફ્ટ્‌સનો વરસાદ થયો

નવી દિલ્હી, રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીએ જામનગરમાં ૧થી ૩ માર્ચના રોજ તેમના પ્રી-વેડિંગ ફંક્શન્સ યોજ્યા હતા. ત્રણ દિવસ સુધી ચાલેલા આ પ્રી-વેડિંગમાં બોલિવૂડ સેલિબ્રિટીઓ, ઇન્ટરનેશનલ સેલિબ્રિટીઓ, રાજકીય હસ્તીઓ, લાઇફસ્ટાઇલ ગુરુઓ, સંગીતકારોનો જમાવડો હતો. તસ્વીરો અને વિડીયો થોડા જ સમયમાં ઓનલાઈન વાયરલ થઈ ગયા.

જો કે, બી-ટાઉન સેલેબ્સે અનંત અને રાધિકાને મોંઘીદાટ ગિફ્ટ્‌સ આપી છે. અમે અહીં તમારી સાથે તેની લિસ્ટ શેર કરી રહ્યાં છીએ. નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ કથિત રૂપે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શન માટે ૧૨૫૯ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.

આ કપલે ત્રણ દિવસ સુધી પ્રી વેડિંગ ફંક્શન હોસ્ટ કર્યો અને પછી રિલાયન્સ ફેમિલી માટે ડિનરનું આયોજન કર્યુ હતું. આ પ્રી વેડિંગ ફંક્શનમાં બોલિવૂડના લગભગ દરેક સ્ટાર પહોંચ્યા અને જે સામેલ ન થઇ શક્યાં તેમણે કપલ માટે ગિફ્ટ્‌સ મોકલાવી. અનંત અને રાધિકાને તમામ ગેસ્ટે એકથી એક ચડિયાતી ગિફ્ટ આપી, પરંતુ સૌથી મોંઘી ગિફ્ટ આપીને કોણે બાજી મારી? ચાલો જાણીએ.

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ દીકરી રાહા કપૂર અને નીતૂ કપૂર સાથે પહોંચ્યા હતાં. બંનેએ કપલને મોંઘી ગિફ્ટ આપી છે. રિપોર્ટ્‌સ અનુસાર, આલિયાએ રાધિકાને ગુચી બ્રાન્ડનું ડાયમંડ જડેલું પર્સ આપ્યું છે.

ત્યાં રણબીરે અનંતને જોર્ડન બ્રાન્ડના એક્સપેંસિવ શૂ સેટ ગિફ્ટ કર્યો છે. પ્રી વેડિંગ ફંક્શનમાં સલમાન ખાને અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સાથે ખૂબ મસ્તી કરી. પાર્ટીમાં સલમાને અનંતને ફિલિપ બ્રાન્ડની મોંઘી કસ્ટમાઇઝ વોચ અને રાધિકાને ડાયમંડ ઇયરરિંગ ગિફ્ટ કરી છે.

બોલિવૂડનો કિંગ શાહરૂખ ખાન ગિફ્ટ આપવાના મામલે પણ કિંગ સાબિત થયો. તેણે અનંત અને રાધિકાને સૌથી મોંઘી ગિફ્ટ આપી છે. કિંગ ખાને પ્રી-વેડિંગમાં કપલને ૫ કરોડની મર્સિડીઝ બેન્ઝ ૩૦૦ એસએલઆર ગિફ્ટ કરી છે. અનંત અંબાણીની બહેન ઇશા અંબાણીની નાનપણની મિત્ર છે. એક્ટ્રેસ અંબાણીની લગભગ દરેક પાર્ટીમાં જોવા મળે છે. તેવામાં પ્રી વેડિંગમાં કંઇક ખાસ લઇને જવું જ પડે.

રિપોર્ટ્‌સ અનુસાર, કિયારા અને સિદ્ધાર્થે અનંત અને રાધિકાને ગિફ્ટમાં ગોલ્ડ અને ડાયમંડના ગણપતિ-લક્ષ્મી આપ્યા છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગમાં કેટરિના કૈફ અને વિક્કી કૌશલ પણ સામેલ થયાં હતાં.

આ બંનેને રાધિકાને ડાયમંડના કંગન અને નેકલેસ ગિફ્ટ કર્યા છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પણ ગિફ્ટ આપવાના મામલે પાછળ નથી. રિપોર્ટ્‌સ અનુસાર, તેમણે અનંત અને રાધિકાને એક લક્ઝરી બ્રાન્ડની ડાયમંડ કપલ વોચ ગિફ્ટ કરી છે. તેની કિંમત અંદાજિત ૨ કરોડ રૂપિયા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.