ઈરાન પર હુમલો કર્યા પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે શું કહ્યુ?
ઈરાન પર હુમલો કર્યા પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન#trump #iran pic.twitter.com/2Isv02LcAu
— DD News Gujarati (@DDNewsGujarati) February 28, 2026
વોશિંગ્ટન: ઈરાન પર કરવામાં આવેલા તાજેતરના લશ્કરી હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે અમેરિકાનો ઉદ્દેશ્ય પ્રાદેશિક શાંતિ જાળવવાનો છે અને આ કાર્યવાહી આક્રમકતા વધારવા માટે કરવામાં આવી નથી.
ઇઝરાયલે ઇરાનની રાજધાની તેહરાન સહિતના અનેક શહેરો પર હુમલો કર્યો છે. એક અમેરિકી અધિકારીએ અલ જઝીરાને જણાવ્યું છે કે ઇરાન પર કરવામાં આવેલા હુમલા અમેરિકા અને ઇઝરાયલની સંયુક્ત સૈન્ય કાર્યવાહીનો ભાગ છે.
#USPresident | #Iran | #Tehran | #Israel | #MissileAttack | #DonaldTrump
આ અંતર્ગત ઈરાની સુપ્રીમ લીડર ખામેનેઈની ઓફિસ પાસે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ ઈરાની સુપ્રીમ લીડર ખામેનેઈને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ભારતીય સમય મુજબ શનિવારે સવારે થયેલા આ હુમલા બાદ શહેરોમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે.
Video: Explosion in Tehran 📹 pic.twitter.com/vgTDYphDLq
— Living in Tehran (LiT) (@LivinginTehran) February 28, 2026

ટ્રમ્પના સંબોધનના મુખ્ય અંશ:
-
શાંતિ માટેની કાર્યવાહી: ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાન વિરુદ્ધનું આ પગલું ભવિષ્યમાં થનારા સંભવિત હુમલાઓને રોકવા માટે લેવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે, “અમે ગઈકાલે રાત્રે એક યુદ્ધ રોકવા માટે કાર્યવાહી કરી હતી, યુદ્ધ શરૂ કરવા માટે નહીં”.
-
આતંકવાદ સામે લડાઈ: રાષ્ટ્રપતિએ ભારપૂર્વક કહ્યું હતું કે અમેરિકા તેના નાગરિકો અને હિતોની રક્ષા કરવા માટે હંમેશા તૈયાર છે. તેમણે ઈરાનને ચેતવણી આપતા કહ્યું કે આતંકવાદી પ્રવૃત્તિઓ સહન કરવામાં આવશે નહીં.
-
વૈશ્વિક પ્રતિક્રિયા: ટ્રમ્પના આ નિવેદન બાદ વિશ્વભરમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. કેટલાક દેશોએ તેને સ્વબચાવ ગણાવ્યો છે, જ્યારે અન્ય દેશોએ સંયમ રાખવાની અપીલ કરી છે.
