Western Times News

Gujarati News

ઐશ્વર્યાના ઈશ્ક કમીના ગીતની ઉઠાંતરીનો હુમા દ્વારા બચાવ

હુમાની આગામી ફિલ્મમાં ગીત વપરાયું છે

હુમાએ જણાવ્યું કે તેની ટીમનો હેતુ નકલ કરવાનો નથી પણ તેની વિરાસતનું સન્માન કરવાનો છે

મુંબઈ,બોલિવુડમાં જૂની ફિલ્મોનાં જાણીતાં ગીતોને રિક્રિએટ કરવાના નામે નકલ કરી મૂળ ગીતની લોકપ્રિયતાને વટાવી ખાવાનો ટ્રેન્ડ ચાલ્યો છે. હુમા કુરેશીની આગામી ફિલ્મ ‘બેબી ડૂ ડાઈ ડૂ’માં પણ ‘શક્તિઃ ધી પાવર’નું ગીત ‘ઈશ્ક કમીના’ ઉઠાવાયું છે. હુમા કુરેશીએ આ ઉઠાંતરીનો બચાવ કર્યાે છે. ઉલ્લેખનીય છે કે મૂળ ગીત ઐશ્વર્યા રાય તથા શાહરુખ ખાન પર પિક્ચરાઈઝ થયેલું છે.આ નવા વર્ઝનમાં હુમાની સાથે રચિત સિંહ પણ છે.

એમાં સ્ટાઈલિશ વિઝ્યુઅલ્સ, ગ્લેમેરસ કોસ્ચ્યુમ્સ અને જોરદાર કોરીયોગ્રાફી સાથે ગીતને એક નવો આધુનિક લુક આપવામાં આવ્યો છે. હુમાએ જણાવ્યું કે તેની ટીમનો હેતુ નકલ કરવાનો નથી પણ તેની વિરાસતનું સન્માન કરવાનો તેમજ આ લોકપ્રિય ગીતમાં પોતાનો ખાસ અંદાજ જોડવાનો છે.જોકે, ચાહકોએ જૂનાં ગીતો વાપરવાના આ ટ્રેન્ડનો વિરોધ કર્યાે છે.

ચાહકો ઈચ્છી રહ્યા છે કે બોલિવુડે રિક્રિએશનનાં રુપાળાં નામે ઉઠાંતરી કરવાને બદલે મૌલિક સર્જન પર ધ્યાન આપવું જોઈએ.નચિકેત સામંતના નિર્દેશન અને સાકિબ સલીમના પ્રોડક્શનમાં બનેલી આ ફિલ્મ ‘બેબી ડૂ ડાઈ ડૂ’ ત્રીજી જુલાઈના રોજ રિલીઝ થશે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.