Western Times News

Gujarati News

ગુરૂ-શિષ્યે એકબીજા પર સશસ્ત્ર હુમલો કરતાં બંને હોસ્પીટલમાં

(પ્રતિનિધિ) અમદાવાદ : ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ગુરૂ-શિષ્યના સંબંધને લાંછનરૂપ એક ઘટના બની છે અખાડામાં કુશ્તી શીખવા આવતા એક યુવકે અન્ય યુવક સાથે ઝઘડો કરતાં ગુરૂએ તેને ઠપકો આપ્યો હતો જેનો બદલો લેવા માટે શિષ્ય પોતાના ભાઈ સાથે ગુરૂ પર જાનલેવા હુમલો કર્યો હતો જેનો પ્રતિકાર કરતા ગુરૂએ પણ બંને ઉપર હિંસલ હુમલો કરી દેતા બંનેને ગંભીર અવસ્થામાં હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

બળવંતભાઈ હરીલાલ ધુળા પટેલની ચાલી, ગોમતીપુર ખાતે રહે છે ગુજરાન ચલાવવા તે ગોમતીપુરની શેઠ સી.એલ. શાળામાં પટાવાળા તરીકે નોકરી કરે છે ઉપરાંત તે લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડીયમ બાપુનગર ખાતે અખાડામાં કોચ તરીકે છોકરાઓને ટ્રેનિંગ પણ આપે છે બળવંતભાઈની ચાલીમાં રહેતો રાહુલ રામ અવતાર નામનો સત્તર વર્ષીય કિશોર તેમની પાસે કુશ્તી શીખવા આવે છે.

બળવંતભાઈ પાસે ઘણા વિદ્યાર્થીઓ કુશ્તી શીખવા આવે છે બે દિવસ અગાઉ રાહુલે કુશ્તી શીખવા આવતા અને દરીયાપુરમાં રહેતા સોયેબ નામના છોકરા સાથે ઝઘડો કર્યો હતો જેથી ગુરૂ હોવાના નાતે બળવંતભાઈએ રાહુલને ઠપકો આપ્યો જેથી રાહુલ ઉશ્કેરાઈને તેના ભાઈ રોહીત સાથે મળી બળવંતભાઈ સાથે પણ ઝઘડો કર્યો હતો.

બાદમાં ગઈકાલે સવારે બળવંતભાઈ ચાલીના નાકે ઉભા હતા એ સમયે રાહુલ તથા તેનો ભાઈ રોહીત બંને હાથમાં ચપ્પુ તથા લોખંડનો સળીયો લઈને આવ્યા હતા અને આ જ તો તુમકો ખતમ કર દેંગે કહીને તેમની ઉપર તુટી પડયા હતા રોહીત તેમને ચપ્પુ મારવા જતાં બળવંતભાઈએ બચવા હાથ વચ્ચે નાખતા આંગળીઓ પર છરીના ઘા વાગ્યા હતા બીજી તરફ રાહુલે સળીયા વડે તેમને માર માર્યો હતો.

જેથી રાહુલે બળવંતભાઈને પીઠ પર હાથ ઉપર તેમજ અન્ય ભાગો પર ચપ્પાના ઘા ઝીંકયા હતા જયારે પ્રતિકાર કરતા બળવંતભાઈએ પણ ચપ્પુના ઘા મારતા રોહીતને ગળામાં તથા કમરમાં ઈજા થઈ હતી જયારે રાહુલને પણ છાતી પીઠ તથા કમરમાં ચપ્પુના ઘા વાગ્યા હતા સમગ્ર બનાવ જાઈ બળવંતસિંહના મિત્ર પણ વચ્ચે પડયા હતા.

સવારે સાડા દસ વાગ્યાના સુમારે ગુરૂ- શિષ્યએ હિંસક હથિયારો વડે એકબીજા ઉપર હુમલો કરતાં સમગ્ર ચાલીમાં ખૂનના દ્રશ્યો સર્જાયા હતા અને ત્રણેય લોહીના ખાબોચીયામાં ઢળી પડયા હતા. સમગ્ર ઘટના જાઈ થોડીવાર માટે ચાલીના લકો પણ ડઘાઈ ગયા હતા. બાદમાં રહીશોએ વચ્ચે પડીને તેમને છોડાવ્યા હતા તથા હોસ્પીટલે પહોચાડયા હતા.

ગંભીર રીતે ઘાયલ થયેલા બળવંતસિંહ, રાહુલ તથા રોહીત ત્રણેયના પોલીસે નિવેદન લીધા હતા બાદમાં બંનેએ ક્રોસ ફરીયાદ કરતાં પોલીસે એકબીજા વિરુધ્ધ હત્યાના પ્રયાસ કરવાની કલમો નોંધીને ફરીયાદ દાખલ કરી છે જાકે હાલમાં ઘટનામાં સંડોવાયેલા તમામ લોકો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહયા છે પોલીસે કોઈની અટક કરી નથ ીઅને ચાલીના લોકોનું નિવેદન લઈને ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.