Western Times News

Gujarati News

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર ‘મેન વર્સીસ વાઈલ્ડ’માં દેખાશે

મુંબઈ:બોલિવૂડના ખેલાડી અક્ષય કુમાર ફરી એકવાર દર્શકોનું દિલ જીતવા માટે તૈયાર છે. અક્ષય હવે બેયર ગ્રિલ્સના શો ‘મેન વર્સેઝ વાઈલ્ડ’માં જોવા મળશે. અક્ષયે જાતે સોશિયલ મીડિયા પર તેની જાણકારી આપી. તેણે ઈન્સ્ટાગ્રામ પર શોનું એક નાનું ટિઝર પોસ્ટ કર્યું, જેને જોઈને અંદાજ લગાવી શકાય છે કે આ એપિસોડ ખૂબ જ રોમાંચક હશે. ફેન્સ નવા પ્રોમોથી આગામી એપિસોડને લઈને અત્યારથી જ ખૂબ ઉત્સાહમાં છે.

 

View this post on Instagram

 

You thinking I mad… but mad only going into the wild. #IntoTheWildWithBearGrylls @beargrylls @discoveryplusindia @discoverychannelin

A post shared by Akshay Kumar (@akshaykumar) on

વેસ્ટર્ન ટાઈમ્સ ગુજરાતી PDF ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો

અક્ષયે સોશિયલ મીડિયા પર ‘મેન વર્સેઝ વાઈલ્ડ’નો પોતાનો એક વીડિયો પોસ્ટ કરીને લખ્યું, તમે વિચારી રહ્યા છો કે હું પાગલ છું. પરંતુ માત્ર પાગલ જ વાઈલ્ડમાં જઈ રહ્યા છે.’ શેર કરાયેલા આ વીડિયોના અંતમાં જોઈ શકાય છે કે તેનું પ્રીમિયર ૧૧ સપ્ટેમ્બર રાત્રે ૮ વાગ્યે અને ૧૪ સપ્ટેમ્બર રાત્રે ૮ વાગ્યે ડેસ્કવરી ચેનલ પર થશે.

આ વીડિયોમાં હેશટેગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે અક્ષયે શો માટે આ વર્ષે ૩૦ જાન્યુઆરીએ બેયર ગ્રિલ્સ સાથે કર્ણાટકના બાંદીપુર ટાઈગર રિઝર્વમાં શૂટિંગ કરી હતી.

આ શૂટિંગ લગભગ ૬ કલાક સુધી ચાલી હતી. અહીં એરપોર્ટથી પણ અક્ષયની તસવીરો સામે આવી હતી. જાણકારી મુજબ, અક્ષયને ૫ લોકેશનો પર શૂટિંગ કરવાનું હતું, પરંતુ તે ૨ લોકેશન પર જ શૂટ કરી શકે છે. આ બાદ બેયર તેને છોડીને આગળ વધી જાય છે.

ફેન્સ ત્યારથી જ આ એપિસોડને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ પહેલા બેયર ગ્રિલ્સ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સાઉથના સુપરસ્ટાર રજનીકાંત સાથે પણ એપિસોડનું શૂટિંગ કરી ચૂક્યો છે. તેણે રજનીકાંત સાથે પણ બાંદીપુર ટાઈગર રિઝર્વમાં જ શૂટિંગ કર્યું હતું. જ્યારે પીએમ મોદી સાથે જિમ કોર્બેટ નેશનલ પાર્કમાં શૂટિંગ કરાયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.