Western Times News

Gujarati News

૧૨ વર્ષ નાના બોયફ્રેન્ડ સાથે ગૌહરે બર્થ ડે સેલિબ્રેટ કર્યો

મુંબઈ: બિગ બોસ ૭ની વિજેતા ગૌહર ખાનનો ૨૩ ઓગસ્ટ જન્મદિવસ છે. ગૌહરે બર્થ ડેના એક દિવસ પહેલા શાનદાર પાર્ટી કરી હતી. ગૌહરે કથિત બોયફ્રેન્ડ ઝૈદ દરબાર, તેના ભાઈ અવેઝ અને બહેન સહિત અન્ય મિત્રો સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી. ગૌહરે બર્થ ડે પર કથિત બોયફ્રેન્ડ ઝૈદ સાથે ટિ્‌વનિંગ કર્યું હતું

બંનેએ બ્લૂ અને વ્હાઈટ રંગના કપડામાં એકબીજા સાથે મેચિંગ કર્યું હતું. કપલ સિવાય પાર્ટીમાં હાજર તમામે બ્લૂ રંગના કપડાં પહેર્યા હતા અને ડેકોરેશન પણ આ રંગમાં જ હતું. ગૌહરની બર્થ ડે પાર્ટી બ્લૂ થીમ પર હતી.

ગૌહરના બર્થ ડે પર સરસ મજાની કેક લાવવામાં આવી હતી અને રૂમ ફુગ્ગાઓથી ભરેલો હતો. દેખિતી રીતે જ ઝૈદે લેડી લવ માટે બર્થ ડે પાર્ટીનું આયોજન કર્યું હતું અને ગૌહરને આ પસંદ આવ્યું હતું.

વેસ્ટર્ન ટાઈમ્સ ગુજરાતી PDF ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો

ઝૈદે ગૌહરની બર્થ ડે પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. સાથે જ તેના માટે એક ખાસ મેસેજ લખ્યો છે. આ મેસેજ પરથી સ્પષ્ટત થાય છે કે, ગૌહરનું ઝૈદના જીવનમાં ખાસ સ્થાન છે. ઝૈદે ગૌહરની બર્થ ડે પાર્ટીની તસવીરો શેર કરતાં લખ્યું, “મને લાગે છે કે આપણે ક્યારેય નિરુત્સાહ નથી હોતા! કાશ, હું અહીં બધું જ લખી શકતો હોત પરંતુ હું ટૂંકાણમાં લખીશ અને જે કહેવું છે એ તને રૂબરુમાં કહીશ. ય્, તને ખબર છે તું મારા માટે શું છે. હેપી બર્થ ડે ગોર્જિયસ.” ઝૈદની આ પોસ્ટ પર ગૌહરે કોમેન્ટ કરી છે. ગૌહરે લખ્યું,

“સૌથી સારી બર્થ ડે માટે આભાર. ઉલ્લેખનીય છે કે, ગૌહર અને ઝૈદે હજી સુધી પોતાની રિલેશનશીપ કન્ફર્મ કરી નથી. પરંતુ કપલ સાથે જોડાયેલા નજીકના સૂત્રએ અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવીને જણાવ્યું છે કે, તેઓ પ્રેમમાં છે. ગૌહર અને ઝૈદને એકબીજા સાથે સમય પસાર કરવો ખૂબ ગમે છે અને રોજેરોજ તેમનો સંબંધ મજબૂત થઈ રહ્યો છે. ઝૈદ ગૌહર કરતાં ઉંમરમાં ૧૨ વર્ષ નાનો છે. ઝૈદ જાણીતા મ્યૂઝિક કમ્પોઝર ઈસ્માઈલ દરબારનો દીકરો છે. ઈસ્માલ દરબારે હમ દિલ દે ચૂકે સનમ, દેવદાસ, શક્તિ વગેરે જેવી ફિલ્મો માટે મ્યૂઝિક કમ્પોઝ કર્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.