Western Times News

Gujarati News

ભરૂચના કોલેજ રોડ પર ચાલુ કારમાં આગ

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચમાં કોલેજ રોડ ઉપરથી પસાર થતી કાર નંબર જીજે ૫ સીજે ૮૨૭૬ માં અચાનક આગ લાગતા ધુમાડાના ગોટેગોટા ઉડતા જાેવા મળ્યા હતા.જેમાં કાર ચાલક સમય સૂચકતા વાપરી કારની બહાર નીકળી જતા આબાદ બચી જવા પામ્યો હતો.

કાર ચાલકના જણાવ્યા મુજબ કાર ચાલકે ગઈકાલે રાત્રે જ પેટ્રોલથી ચાલતી ગાડીમાં સી.એન.જી કીટ ફીટ કરાવીને પોતાના ઘરે પહોંચ્યા હતા અને આજે સવારે પોતાના ઘરેથી કાર લઈને કોલેજ રોડ ઉપર જતા અચાનક ચાલુ કારમાં આગળના બોનેટના ભાગે આવેલા એન્જિન માંથી ધુમાડો નીકળતાં કાર ચાલક સમય સૂચકતા વાપરીને બહાર નીકળી જતા આબાદ બચી જવા પામ્યો હતો.

કાર ચાલકના જણાવ્યા મુજબ સી.એન.જી કીટ ફીટ કરાવતા પેટ્રોલના એન્જિન માંથી પેટ્રોલ લીકેજ થવાના કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન કરાઈ રહ્યું છે.આગ લાગવાના કારણે કોલેજ રોડ ઉપર ભારે ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો.આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી કોઈ પોલીસ ફરિયાદ થવા પામી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.