‘દરરોજ નોકરીની અરજી કરુ છું તેમ છતાં નોકરી નથી મળી રહી’
પોસ્ટ બાદ અનેક લોકોએ પોતાના અનુભવો શેર કર્યા
અનેક કંપનીઓમાં અંતિમ રાઉન્ડ સુધી પહોંચ્યો હોવા છતાં હજુ સુધી કોઈ ઓફર મળી નથી
નવી દિલ્હી, વોશિંગ્ટનઃ અમેરિકામાં H-1B વિઝા પર કામ કરતા એક ભારતીય યુવકની રેડિટ પર કરેલી પોસ્ટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. તાજેતરમાં નોકરી ગુમાવનાર આ યુવકે લખ્યું છે કે છેલ્લા સાત વર્ષથી અમેરિકામાં રહે છે, પરંતુ હવે તેની સામે મોટો સવાલ એ છે કે નોકરીની શોધ ચાલુ રાખવી કે પછી ભારત પરત ફરી જવું.રેડિટ પોસ્ટમાં તેણે લખ્યું કે, તે માસ્ટર્સ ડિગ્રી માટે અમેરિકા ગયો હતો અને ત્યારબાદ વિઝા હેઠળ છેલ્લા ઘણા વર્ષાેથી નોકરી કરી રહ્યો હતો.
પરંતુ, મે મહિનાના અંતમાં કંપનીએ તેની છટણી કરી દીધી. ત્યારથી તે લગભગ દરરોજ નવી નોકરી માટે અરજી કરી રહ્યો છે. અનેક કંપનીઓમાં અંતિમ રાઉન્ડ સુધી પહોંચ્યો હોવા છતાં હજુ સુધી કોઈ ઓફર મળી નથી. જ્યારે વિઝા હેઠળ મળતો ૬૦ દિવસનો ગ્રેસ પિરિયડ પણ હવે પૂરો થવા આવ્યો છે.આ પોસ્ટ બાદ અનેક લોકોએ પોતાના અનુભવો શેર કર્યા.
કેટલાકે અમેરિકામાં નોકરીની શોધ ચાલુ રાખવાની સલાહ આપી, તો કેટલાકે માનસિક તણાવ અને વિઝાની અનિશ્ચિતતા વચ્ચે ભારત પરત ફરી નવી શરૂઆત કરવી વધુ વ્યવહારુ વિકલ્પ હોવાનું જણાવ્યું. છેલ્લા કેટલાક મહિનાથી અમેરિકાની ટેક કંપનીઓમાં છટણી અને વિઝા સંબંધિત અનિશ્ચિતતાને કારણે ઘણા ભારતીય પ્રોફેશનલ્સ માટે આવા નિર્ણયો વધુ મુશ્કેલ બન્યા છે.
