Western Times News

Gujarati News

ભારે વરસાદ કારણે અમિતાભ બચ્ચનના જનક બંગલામાં પાણી ભરાયું

મુંબઇ, તાઉ-તે વાવાઝોડાને કારણે મુંબઈમાં ભારે વરસાદ પડ્યો હતો અને મુંબઈ જલમગ્ન થઈ ગયું છે. મુંબઈના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ભારે વરસાદને કારણે અમિતાભ બચ્ચનની ઓફિસ જનકમાં પણ પાણી ભરાઈ ગયું છે. તેમણે બ્લોગમાં આ અંગેની વાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે જનક ઓફિસ તેમના બંગલા જલસાની એકદમ નજીક છે. જનકમાંથી અમિતાભ બચ્ચન પોતાના જરૂરી કામ કરે છે. તેમણે અહીંયા પોતાનું જીમ પણ બનાવ્યું છે. બ્લોગમાં અમિતાભે કહ્યું હતું કે તેમની ઓફિસ જનકમાં ચારે બાજુ પાણી જ પાણી હતું. પાણી કાઢવા માટે આખા સ્ટાફે ઘણી જ મહેનત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.