Western Times News

Gujarati News

રામપુર અને આઝમગઢ પેટાચૂંટણીમાં ભગવો લહેરાયો

by-poll in Rampur Azamgarh BJP wins

(એજન્સી)રામપુર, રામપુર અને આઝમગઢ લોકસભા સીટની પેટાચૂંટણીનું પરિણામ આવી ગયું છે. રામપુરમાં ભાજપના ઘનશ્યામ સિંહ લોધીએ ૪૨૦૪૮ મતોથી ચૂંટણી જીતી લીધી છે. BJP’s historic victory in  shows the trust of people in PM Modi & CM Yogi govt’s pro-poor policies.

જયારે આઝમગઢમાંથી ભાજપના દિનેશલાલ યાદવ અખિલેશ યાદવના સંબંધી ધર્મન્દ્ર યાદવને હરાવીને જંગી લીડથી ચુંટાઈ આવ્યા છે. આ સાથે આઝમ ખાન અને સમાજવાદી પાર્ટીનો અભેદ ગઢ ધરાશાયી થઈ ગયો છે.

રામપુરની સીટને સપા નેતા આઝમ ખાનનો ગઢ માનવામાં આવે છે. અહીં આઝમ ખાને પોતાના સમર્થક અસીમ રઝાને ટિકિટ અપાવી હતી. ખુદ આઝમ ખાને અસીમના નામની જાહેરાત કરી હતી. મહત્વનું છે કે લોધી એમએલસી રહ્યા છે. તેઓ ૨૦૨૨માં ભાજપમાં જાેડાયા હતા.

ઘનશ્યામ સિંહ લોધીને પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહના નજીકના માનવામાં આવે છે. ૨૦૦૪માં યોજાયેલી એમએલસી ચૂંટણી દરમિયાન કલ્યાણ સિંહની રાષ્ટ્રીય ક્રાંતિ પાર્ટી અને મુલાયમ સિંહ યાદવના સપા ગઠબંધનની ટિકિટ પર ચૂંટણી લડી અને જીત મેળવી હતી.

સપાના વરિષ્ઠ નેતા આઝમ ખાન ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં આ સીટ પરથી જીત મેળવી સાંસદ બન્યા હતા. પરંતુ ત્યારબાદ ૨૦૨૨માં યોજાયેલી વિધાનસભા ચૂંટણી જીતી ધારાસભ્ય બનેલા આઝમ ખાને આ સીટ પરથી રાજીનામુ આપી દીધુ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.