Western Times News

Gujarati News

ગેરકાયદે માછીમારી કરવા મોડાસાના માઝુમ ડેમમાં ડિટોનેટર બ્લાસ્ટ કરાયો

ડિટોનેટર સહીતનો જથ્થા સાથે એક ઝડપાયો 

 (બકોરદાસ પટેલ) મોડાસા, અરવલ્લી જિલ્લામાં ગેરકાયદે માછીમારી કરવા મોડાસાના માઝુમ ડેમમાં ડિટોનેટર બ્લાસ્ટ કરાયો હતો. બ્લાસ્ટ બાદ ડિટોનેટર સહીતના જથ્થા સાથે એક શખ્સને સ્થાનિકોએ ઝડપી લઈને પોલીસ હવાલે કરતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈને ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.

શુક્રવારે મોડાસા પાસે આવેલ માઝમ ડેમમાં માછીમારી કરવા માટે એક શખ્સે  જોખમી નુસખો અજમાવીને ડિટોનેટર બ્લાસ્ટ કરતા ભારે સનસનાટી મચી જવા પામી હતી. પ્લાસ્ટને પગલે સ્થાનિકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને બ્લાસ્ટ કરનાર શખ્સને  ઝડપી લીધો હતો અને પોલીસને હવાલે કરી દીધો હતો.પરંતુ તેના સાથી અન્ય શખ્સો ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે બ્લાસ્ટથી ઉભી થનાર ભયજનક સમસ્યામાં માછલીઓ પકડવા ડિટોનેટર બ્લાસ્ટથી ડેમને  નુકસાન થવાનો ભય હોઇ આ બનાવના ભારે પ્રત્યાઘાત પડ્યા છે.

ડેમને નુકસાન થવાને લઈને પણ આ પ્રતિબંધિત વિસ્તારમાં બ્લાસ્ટ કરી માછીમારી કરવા જતાં   લાખો લોકોના જીવ જોખમમાં મુકાઈ ગયા હતા.મોડાસા રૂરલ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ડિટોનેટર સહીતનો જથ્થો જપ્ત કરાયો હતો અને લોકોએ સોંપેલ શખ્સની સામે પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાઈ હતી. માઝૂમ ડેમમાં માછીમારી કરવા પાણી ભરેલા ડેમમાં બ્લાસ્ટ કરવાની આ પ્રથમ ઘટનાએ  લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.