Western Times News

Gujarati News

અદા શર્માની નવી સીરિઝ કમાન્ડોનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ

મુંબઈ, ધ કેરાલા સ્ટોરી જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપનાર વિપુલ અમૃતલાલ શાહ હવે તેમની નવી એક્શન સિરીઝને લઈને ચર્ચામાં છે, જેનું નામ ‘કમાન્ડો’ છે. તેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જે ધમાકેદાર છે. અદા શર્મા અને પ્રેમ પરિજા તેમાં જાેવા મળશે. પ્રેમ પરિજા આ વેબ સિરીઝથી અભિનયની શરૂઆત કરી રહ્યો છે.

અદા શર્મા અને પ્રેમ ઉપરાંત આ કમાન્ડો સિરીઝમાં તિગ્માંશુ ધુલિયા, અમિત સિયાલ, શ્રેયા સિંહ ચૌધરી, ઇશ્તિયાક ખાન અને મુકેશ છાબરા પણ છે. આ સિરીઝ ડિઝની પ્લસ હોટસ્ટાર પર ૧૧ ઓગસ્ટે જાેઈ શકાશે. તેમાંથી બે ફિલ્મોમાં અદા શર્મા જાેવા મળી હતી. વિપુલ શાહે ‘કમાન્ડો ૨’ અને ‘કમાન્ડો ૩’ પછી ‘ધ કેરાલા સ્ટોરી’માં અદા શર્મા સાથે કામ કર્યું હતું.

હવે બંને નવી સિરીઝ ‘કમાન્ડો’માં ફરી એકવાર સાથે આવ્યા છે. આ સિરીઝમાં ‘કમાન્ડો’ ફ્રેન્ચાઈઝીની વાર્તાને આગળ વધારવામાં આવશે. ૨૪ જુલાઈના રોજ નિર્માતાઓએ ‘કમાન્ડો’ સિરીઝનું ટીઝર રિલીઝ કર્યું હતું, જેમાં અદા શર્મા જાેરદાર એક્શન કરતી જાેવા મળી હતી. આ સાથે એક્ટર પ્રેમ પણ એક્શન મોડમાં જાેવા મળ્યો હતો. ‘કમાન્ડો’માં અદા શર્માનું પાત્ર આ ફ્રેન્ચાઈઝીની ફિલ્મો જેવું જ છે, પરંતુ આ વખતે તેમાં એક્શનની સાથે કોમેડી પણ જાેવા મળશે.

અદા શર્મા અને પ્રેમ પરિજાએ ‘કમાન્ડો’ સિરીઝમાં તેમની તમામ એક્શન સિક્વન્સ જાતે કરી છે. ફિલ્મ ધ કેરાલા સ્ટોરી’માં અદા શર્મા લીડ રોલમાં છે. તેમાં તે છોકરીઓની કહાણી દર્શાવવામાં આવી છે જેઓ ઈસ્લામિક જેહાદની જાળમાં ફસાઈને આઈએસઆઈએસની આતંકી બને છે. કેરળમાં છોકરીઓનું કેવી રીતે ધર્માંતરણ થાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.