Western Times News

Gujarati News

આયુષ્માનની ફિલ્મ ડ્રીમ ગર્લ ૨નું ટિઝર રિલીઝ

મુંબઈ, નિર્માતાઓએ જ્યારથી આયુષ્માન ખુરાના સાથે ‘ડ્રીમ ગર્લ ૨’ની જાહેરાત કરી ત્યારથી જ ફેન્સ તેના ટ્રેલરની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. ફિલ્મનો પહેલો ભાગ વર્ષ ૨૦૧૯માં આવ્યો હતો, જે સુપરહિટ રહ્યો હતો. આમાં આયુષ્માન ખુરાનાને કોલર પૂજાના રોલમાં ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.

હવે ફિલ્મનું ટ્રેલર ૧ ઓગસ્ટે રિલીઝ થઈ રહ્યું છે, પરંતુ તે પહેલા મેકર્સે ‘ડ્રીમ ગર્લ ૨’નું ટિઝર રિલીઝ કર્યું છે. આ સાથે જ ફિલ્મમાંથી અનન્યા પાંડેનો ફર્સ્ટ લૂક પણ રિલીઝ કરવામાં આવ્યો છે. ડ્રીમ ગર્લ ૨ના ટિઝરમાં પૂજા તરીકે આયુષ્માન ખુરાના તેની સાડી પલ્લુને ફ્લોન્ટ કરતો અને તેના કિલર મૂવ્સને ફ્લોન્ટ કરતો જાેવા મળે છે,

પરંતુ આ વખતે આયુષ્માન ખુરાનાને એ જાેવા માટે થોડી વધુ રાહ જાેવી પડશે કે, તે ડ્રીમ ગર્લ પૂજા બનીને શું તોફાન કરવા જઈ રહ્યો છે અને કોની રાતોની ઊંઘ ઉડાડવા જઈ રહ્યો છે. હાલ તો ફિલ્મના ટિઝરે ચાહકોની ઉત્સુકતા વધારી દીધી છે. ટિઝર જાેયા પછી તેઓ એવી ટિપ્પણી કરી રહ્યા છે કે, તેઓ વધુ રાહ જાેઈ શકતા નથી. ટિઝરમાં આયુષ્માન ખુરાના લાલ રંગની સાડી પહેરીને આવે છે અને પછી પલ્લુને હલાવીને તેને ખભા પર મૂકે છે.

જાેકે ટીઝરમાં તેનો ચહેરો બતાવવામાં આવ્યો નથી. ડ્રીમ ગર્લ ૨ ૨૫ ઓગસ્ટે થિએટર્સમાં રિલીઝ થશે. આ વખતે ફિલ્મમાં આયુષ્માનની સામે અનન્યા પાંડે છે, જ્યારે પહેલા ભાગમાં નુસરત ભરૂચા હતી. આ ફિલ્મમાં આયુષ્માન અને નુસરતની કેમેસ્ટ્રીને ખૂબ પસંદ કરવામાં આવી હતી.

જાેવાનું એ રહેશે કે, અનન્યા પાંડે સાથે આયુષ્માનની જાેડી રંગ દેખાડે છે કે નહીં. ડ્રીમ ગર્લ ૨ ફિલ્મ રાજ શાંડિલ્યએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં અનુ કપૂર, પરેશ રાવલ, અસરાની, અભિષેક બેનરજી, સીમા પાહવા, વિજય રાજ, રાજપાલ યાદવ અને મનજાેત સિંહ હશે. આ ફિલ્મમાં મનજાેત સિંહ અને અભિષેક બેનરજી આયુષ્માનના મિત્ર બન્યા હતા. જ્યારે અનુ કપૂર તેના પિતાના રોલમાં જાેવા મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.