Western Times News

Gujarati News

HDFC મ્યુચ્યુઅલ ફંડ પાંચ શહેરોમાં શેરી નાટકો દ્વારા નાણાકીય જાગૃતિને પ્રોત્સાહન આપશે

HDFC મ્યુચ્યુઅલ ફંડ તેની ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ અવરનેસ પહેલ હેઠળ અમદાવાદ સહિત અન્ય પાંચ શહેરોમાં શેરી નાટકો દ્વારા નાણાકીય જાગૃતિને પ્રોત્સાહન આપશે

અમદાવાદ, એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ આ વર્લ્ડ ઇન્વેસ્ટર વીક (9થી 15 ઑક્ટોબર, 2023) દરમિયાન નુક્કડ નાટક રજૂ કરવા જઈ રહ્યું છે. જે સમગ્ર ભારતમાં એક મનમોહક શેરી નાટક મારફત રોકડ બચતને વધુ કાર્યક્ષમ રોકાણ ઈન્સ્ટ્રુમેન્ટમાં તબદીલ કરી સંપતિ સર્જન કરવાનું મહત્વ ઘર-ઘર સુધી પહોંચાડશે.

ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ પહેલ અમારા અત્યંત સફળ #BarniSeAzadi ઝુંબેશનો એક ભાગ છે, જે ભારતીય પરિવારોને આર્થિક રીતે સશક્ત બનાવવા અને સ્વસ્થ રોકાણની આદતોને પ્રોત્સાહિત કરવા 15 ઓગસ્ટ-2021ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ પહેલ ખાસ કરીને સમાજના તમામ વર્ગની મહિલાઓને લક્ષ્યાંકિત કરે છે.

આ 15 ઓગસ્ટ, 2023માં ભારતની આઝાદીને 76 વર્ષ પૂર્ણ થયા છે. જેની ઉજવણીના ભાગરૂપે અમે વર્લ્ડ ઈન્વેસ્ટર વીક (9મી ઑક્ટોબરથી 15મી ઑક્ટોબર 2023) દરમિયાન અમદાવાદના 13 સ્થળો અને અન્ય 5 શહેરોમાં નુક્કડનાટકની 76 ઇવેન્ટ્સનું આયોજન કરીશું.

આ આકર્ષક શેરી નાટક 6 શહેરો અમદાવાદ, લખનૌ, મુંબઈ, દિલ્હી, કોલકાતા અને બેંગલોરમાં વિચારસરણીને પ્રેરણા આપતુ પર્ફોર્મન્સ આપશે. નુક્કડનાટકનો ઉદ્દેશ્ય મ્યુચ્યુઅલ ફંડ્સ જેવા રોકાણ વિકલ્પો વિશે આવશ્યક જ્ઞાન માટે લોકોને શિક્ષિત કરવાનો છે, જે તેમને લાંબા ગાળા માટે સંપત્તિ વધારવામાં મદદ કરી શકે છે.

એચડીએફસી એએમસીના એમડી અને સીઈઓ નવનીત મુનોતે જણાવ્યું હતું કે, “અમે અમારા અમૃતકાળમાં અનંત સંભાવનાઓનું રાષ્ટ્ર બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ, અમે દરેક ભારતીય માટે સંપત્તિ સર્જનને પ્રોત્સાહિત કરવા માટે જ્ઞાન આપવા માગીએ છીએ.

છેલ્લા બે વર્ષોમાં, અમારી મેગા ઇન્વેસ્ટર એજ્યુકેશન અને અવેરનેસ પહેલ, #BarniSeAzadi એ અસંખ્ય પરિવારોના જીવનને બદલવામાં મદદ કરી છે. આ ઝુંબેશમાં સમાજના તમામ વર્ગની મહિલાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આ વર્ષે, વર્લ્ડ ઈન્વેસ્ટર વીકના અવસર પર, અમે જનતાને નાણાકીય રૂપે સશક્ત બનાવવાનો પ્રયાસ ભાગરૂપે અમે અમારી અત્યંત પ્રભાવશાળી અને સંબંધિત નુક્કડનાટક શ્રેણીને દેશભરમાં રજૂ કરવાનો ગર્વ અનુભવીએ છીએ.”

#BarniSeAzadi અભિયાન લોકોની રોકાણ કરવાની પદ્ધતિને બદલવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ પહેલ દ્વારા, અમે પ્રેક્ષકોને તેમના નાણાને પરંપરાગત બચત પદ્ધતિઓમાંથી મુક્ત કરાવી મ્યુચ્યુઅલ ફંડ્સ (MFs) જેવા રોકાણ માધ્યમોમાં રોકવાની અરજી કરીએ છીએ. જેથી તેમની મહેનતની કમાણીમાંથી તેઓ સંપત્તિનું સર્જન કરી શકે. વર્લ્ડ ઇન્વેસ્ટર વીક નુક્કડનાટક દ્વારા, અમે આ સંદેશને વધુ પ્રભાવશાળી રીતે પહોંચાડી જનતાના નાણાકીય સશક્તિકરણના અમારા મિશનને જારી રાખવા પ્રતિબદ્ધ છીએ.

આ અનોખી પહેલનો ભાગ બનવા અને નુક્કડનાટકના સાક્ષી બનવા માટે, આવનારી ઇવેન્ટ્સની અપડેટ્સ માટે HDFC મ્યુચ્યુઅલ ફંડની સોશિયલ મીડિયા ચેનલ્સ સાથે જોડાયેલા રહો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.