Western Times News

Gujarati News

બિગ બોસ ૧૭ માં સલમાન સાથે જોવા મળશે ૨ નવા હોસ્ટ અરબાઝ અને સોહેલ

મુંબઈ, બોલિવૂડ સુપર સ્ટાર સલમાન ખાન રિયાલિટી શો બિગ બોસ ૧૭ના ઘરમાં આ દિવસોમાં સ્પર્ધકો વચ્ચે જબરજસ્ત લડાઇ જાેવા મળી રહી છે. દરેક નવા એપિસોડમાં કંઇક નવું અને મસાલેદાર જાેવા મળી રહ્યું છે.

આમ લોકો બિગ બોસ જાેવાને લઇને અનેક રીતે ઉત્સુક હોય છે. બિગ બોસ ૧૭નો એક નવો પ્રોમો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહ્યો છે જેમાં સલમાન ખાનની સાથે ભાઇ અરબાઝ ખાન અને સોહેલ ખાન બિગ બોસના ઘરમાં જાેવા મળી રહ્યા છે. આ શોમાં હવે સ્પર્ધકની મુશ્કેલીઓ વધવાની છે. ઘરમાં થઇ રહેલા વિવાદને લઇને હવે નવો ડ્રામા શોમાં શરૂ થવાનો છે. સલમાન ખાનના શો સાથે જાેડાયેલી એક નવી અપડેટ સામે આવી છે. ટીવીનો મોસટ કોન્ટ્રોવર્શિયલ રિયાલિટી શો બિગ બોસ ૧૭નો એક નવો પ્રોમો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહ્યો છે.2 new hosts Arbaaz and Sohail will be seen along with Salman in Bigg Boss 17

જાે કે આ વિડીયોથી હલચલ મચી ગઇ છે એમ કહીએ તો પણ એમાં કંઇ ખોટું નથી. આ વિડીયોમાં સલમાન ખાન એક મોટું એનાઉસમેન્ટ કરતો જાેવા મળી રહ્યો છે. સલમાનના ભાઇ અરબાઝ ખાન અને સોહેલ ખાન પણ શોને હોસ્ટ કરશે, પરંતુ માત્ર રવિવારના દિવસે હોસ્ટ કરતા જાેવા મળશે. આ પ્રોમોમાં સલમાન એના ભાઇ સાથે વાત કરતા નજરે પડે છે. શોમાં હવે સલમાન ખાનને વિકેન્ડ વારમાં સ્પર્ધકોની ક્લાસ લેતા જાેવા મળી રહ્યા છે, જ્યારે હવે અરબાઝ ખાન અને સોહેલ ખાન રવિવારના દિવસે સ્પર્ધકોની સાથે મસ્તી મજાક કરતા નજરે પડે છે.

બિગ બોસ ૧૭ના વિકેન્ડનો નવો પ્રોમો રિલીઝ થઇ ગયો છે જે સોશિયલ મિડીયામાં ચર્ચાનો વિષય બન્યો છે. આ પ્રોમોની શરૂઆતમાં સલમાન ખાન ભાઇ સોહેલ અને અરબાઝ એકબીજાની સાથે વાત કરતા કહે છે કે..આ શું કરી રહ્યા છો આ શો સાઇન કરી દીધો! આ વિશે અરબાઝ ખાન કહે છે કે અમે બિગ બોસ હોસ્ટ કરી રહ્યા છે સોહેલ બિગ બોસ આપણાં ભાઇનો શો છે. ત્યારે સલમાન ખાન એન્ટ્રી થાય છે અને એ કહે છે કે હવે શુક્રવાર અને શનિવાર હું હોસ્ટ કરીશ અને રવિવારના રોજ અરબાઝ અને સોહેલ હોસ્ટ કરશે એટલે કે સ્પર્ધકોને રોસ્ટ કરશે. લોકોને બિગ બોસ ૧૭નો આ પ્રોમો ખૂબ પસંદ પડ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.