Western Times News

Gujarati News

નિયા શર્માએ પરિવાર સાથે ૩૦મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો

મુંબઈ: નાગિન ૪ની એક્ટ્રેસ નિયા શર્મા ૩૦ વર્ષની થઈ ગઈ છે. નિયા શર્માએ ધામધૂમથી પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. તેના ભાઈ વિનય શર્માએ તેને ઘર પર એક સરપ્રાઈઝ પાર્ટી પણ આવી હતી, જેને જોઈને તે શોક્ડ થઈ ગઈ હતી. ભાઈએ બહેનનો રૂમ ખૂબ બધી કેક, ગિફ્ટ્‌સ, બલૂન્સ અને ફંકી પ્રોપ્સથી ભરી દીધો હતો. નિયા શર્માએ બર્થ ડે સેલિબ્રેશનની તસવીરો અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

જેમાંથી એક વીડિયોમાં તે ભાઈ સાથે મન મૂકીને ડાન્સ કરતી જોવા મળી રહી છે. સાથે જ તે મોટે-મોટેથી હેપ્પી બર્થ ડે સોન્ગ પણ ગાઈ રહી છે. વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, ‘મારો હેપ્પી બર્થ ડે વિજય શર્મા તારો આભાર. નિયાએ શેર કરેલી બીજી પોસ્ટમાં તે ખૂબ બધી કેક કટ કરતી અને પોતાને મળેલી ગિફ્ટ ખોલતા જોવા મળી રહી છે.

એક તસવીરમાં તે બોસ લેડીની જેમ પોઝ આપતી જોવા મળી, જ્યારે તેની આસપાસ ઢગલો ગિફ્ટ પડી હતી. આ પોસ્ટના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, છેલ્લા ૧૦ વર્ષથી બર્થ ડે કોઈ ફેસ્ટિવલની જેમ રહ્યો છે. મારી આખો અને હૃદય ગર્વથી ઉભરાઈ રહ્યું છે. આ ખરાબ સમયમાં મારા બર્થ ડેને સ્પેશિયલ બનાવવા બદલ આપ તમામનો આભાર. વિનય શર્મા આ તમામ માટે તારો આભાર. ૧૮ કેક હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.