Western Times News

Gujarati News

શોપિયાંમાં આતંકીઓએ 70-80 લાખ ભરેલી બેન્કની કેશ વાન લૂંટી

શોપિયાં, દક્ષિણ કાશ્મીરમાં શોપિયાંના ટૉક મોહલ્લા સ્થિત જમ્મુ કાશ્મીર બેન્ક પાસે આતંકીઓએ બેન્કની કેશ વાનમાંથી રૂપિયા લૂંટી લીધા હતા. પોલીસ અનુસાર લૂંટવામાં આવેલી રકમ 60-80 લાખ રૂપિયા સુધીની છે. બેન્કના અધિકારીઓ દ્વારા રકમની પૃષ્ટી કરવામાં આવી રહી છે.

પોલીસે જણાવ્યુ કે કેટલાક અજાણ્યા બંદૂકધારી શખ્સોએ શોપિયાંના ટૉક મોહલ્લામાં સ્થિત જમ્મુ કાશ્મીર બેન્કની મુખ્ય શાખામાંથી નીકળેલી કેશ વાન પર અચાનક હુમલો કર્યો હતો. બંદૂકની નોક પર આતંકવાદીઓએ વાનમાં રાખેલી તમામ રકમ કાઢી લીધી હતી અને ફરાર થઇ ગયા હતા. પોલીસે જણાવ્યુ કે ઘટનામાં આશરે ચાર આતંકીઓ સામેલ હતા. વાનમાં 70-80 લાખ રૂપિયા હોવાનું જાણવા મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.