Western Times News

Latest News from Gujarat India

કડાણાના સંધરી ગામે ઉછીના પૈસા પરત માંગતા થયેલ તકરારમાં થઇ હત્યા

કડાણા તાલુકા માં સંધરી ગામના હરીશ દાના પટેલીયા એ ગામનાજ નાથાભાઇ ચુફરા પટેલીયા ઉ.વ.65.ના ઓને ઉછીના નાણાં આપેલ જે નાણાં નાથાભાઇ પરત નહીં આપતાં હરીશભાઈ દાના પટેલીયા એ ઉછીના પૈસા પરત કેમ આપતો નથી તેમ કહીને નાથા ચુફરા પટેલીયા જોડે ઝધડોતકરાર કરીને બિભત્સ ગાળો બોલી ને આજે તો તને પતાવી દેવાનો છે.

તેમ કહીને મારી નાંખવાનાં ઈરાદે ગુસ્સામાં જમીન પર પડેલ પથ્થર લઇને મરનાર નાથા ચુફરા પટેલીયા ના માથાં ના પાછળના ભાગે પથ્થર છુટો મારેલ ને સ્ટીલ ના ધડા થી મારમારી ને જીવલેણ ગંભીર ઈજા ઓ કરીને નાથાભાઇ ચુફરા પટેલીયા નું મોતનીપજાવેલ હતું.

આ ધટના સંદઁભમાં બાબુભાઈ નાથાભાઇ પટેલીયા એ કડાણા પોલીસ મથકે આરોપી હરીશ દાના પટેલીયા વિરુદ્ધ ફયાઁદ આપતાં પોલીસે આરોપી વિરુદ્ધ ઈપીકોડકલમ 302.504 મુજબ નો ગુનો દાખલ કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
સંતરામપુર,ઈન્દ્રવદન વ પરીખ.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers