Western Times News

Gujarati News

હાથરસ જેવી ધટના મહારાષ્ટ્રમાં કયારેય સહન નહીં કરાય: ઉદ્વવ

મુંબઇ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેએ કહ્યું કે રાજયમાં હાથરસ ગેંગરેપ જેવી ઘટનાઓને સહન કરાશે નહીં જે મહિલાઓની વિરૂધ્ધમાં અપરાધમાં જાેડાયેલા હશે તેને કઠોર સજા અપાશે ઉત્તરપ્રદેશના હાથરસની ૨૦ વર્ષની દલિત યુવતી સાથે ૧૪ સપ્ટેમ્બરે ૪ વ્યક્તિઓએ દુષ્કર્મ કર્યું અને મંગળવારે તેનું મોત થયું તેને લઇને દેશમાં આક્રોશ છે ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનું નિવેદન આવ્યું છે.

ઠાકરેએ નવ ગઠિત મીરા ભાયંદર વસઇ વિરાર પોલીસ સ્ટેશનનું ઓનલાઇન ઉદ્‌ધાટન કરતા આ ટીપ્પણી કરી હતી તેઓએ કહ્યું કે જયારે આવી ધટનાઓ ઉત્તરપ્રદેશમાં બને છે તો અમે સામાન્ય રીતે થોડા સમય માટે તેની પર ચર્ચા કરીએ છીએ અને પછી ભુલી જઇએ છીએ પણ મહારાષ્ટ્રમાં આવી ઘટનાઓ થવા દેવામાં આવશે નહીં. મુખ્યમંત્રીએ કહ્યું હાથરસ જેવી ધટનાઓ મહારાષ્ટ્રમાં કયારેય સહન નહીં કરાય દુષ્કર્મ કે છેડછાડ જેવા મહિલાઓના વિરૂધ્ધના અપરાધને કઠોરતાથી પગલા લેવાશે.

મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેએ કહ્યું કે પોલીસનો ડર હોવો જાેઇએ અને તેમના ક્ષેત્રમાં આવી અપરાધિક ઘટનાઓને નકારી દેવી જાેઇએ પોલીસ વ્યવસ્થા એવી હોવી જાેઇએ કે કયાંય પોલીસ ન હોય દેખાય નહીં તો પણ લોકો સુરક્ષિતા અનુભવવા જાેઇએ.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.