Western Times News

Gujarati News

ભારત એલએસી પર તનાવ ખતમ નહીં થવાની આશાએ લાંબા સમય મોરચો સંભાળવા તૈયાર

નવીદિલ્હી, સૈન્ય સ્તરની વાતચીત જારી રહેવા અને આ પહેલા કુટનીતિક સ્તર પર અનેક દૌરની વાતચીત બાદ ભારતે વાસ્તવિક નિયંત્રણ રેખા એલએસી પર તાકિદે તનાવ ખતમ કરવાની આશા છોડી દીધી છે. ચીનના મામલાને ગુંચવાયેલો રાખવાની રણનીતિને જાણી ભારતે એલએસી પર લાંબા સમય સુધી મોરચો સાંભળી રાખવાની રણનીતિને અંતિમ પરિણામ આપવામાં આવ્યું છે આ ઉપરાંત ભારતે પોડસી દેશની ચારેબાજુ ધેરાબંધી માટે આર્થિક સામાજીક અને કુટનીતિક મોરચા પર પણ લાંહી લડાઇની યોજના બનાવી લીધી છે.

સરકારી સુત્રો અનુસાર મે મહીનામાં વિવાદ ચરમ પર પહોંચ્યા બાદ ભારતે ચીનના મામલાને લાંબા સમય સુધી ખેંચવાની રણનીતિનો અહેસાસ થઇ ગયો હતો આ બાબતને ધ્યાનમાં રાખી ભારતે તે સમય પર એલએસી અને તેની આસપાસ પોતાની સામરિક સ્થિતિને મજબુત કરવા માટે તમામ જરૂરી પગલા ઉઠાવી લીધો હતાં તે દરમિયાન ડીઆરડીઓને પોતાની મિસાઇલ પ્રોગ્રામમાં તેજી લાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો આજ કારણ છે કે ગત લગભગ બે મહીનામાં ભારતે મિસાઇલની તાકાત વધવા સહિત આ વિસ્તારમાં અનેક પરીક્ષણ કર્યા છે.

પૂર્વી લદ્દાખથી જાેડાયેલ એલએસી પર તનાવ પહેલા ભારત ચીનના સંદર્ભમાં વૈશ્વિક મંચો પર નિરપેક્ષ દેશની ભૂમિકા નિભાવતુ હતું પરંતુ આ તનાવ બાદ ભારતે ચીને સીધો સંદેશ આપવાનો નિર્ણય કર્યો આ કડીમાં ચીનના વાંધા છતાં ભારતે અમેરિકા જાપાનની સાથે થનારા માલાબાર નૌસેના સંયુકત યુધ્ધાભ્યાસમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું હતું.
ભારતે ચીન વિરોધી દેશોની સાથે એકતા વધારવાનો સંદેશ ચીનને આપ્યો આ ક્રમમાં ભારતની ચીન વિરોધી તાઇવાન અમેરિકા જાપાન ઓસ્ટ્રેલિયા કેનેડા જેવા દેશોની સાથે નજીકતા વધી છે.આ ઉપરાંત આર્થિક મોરચા પર ચીનથી આયાત ઘટાડવા અને પોતાને ત્યાં ચીનના આર્થિક અવસરને ઓછો કરવાની યોજના નવા વર્ષમાં વધુ તેજ કરવાની રણનીતિ બનાવવામાં આવી છે.

એલએસી પર વિવાદના ક્રમમાં ચીન વાર્તા દરમિયાન અલગ અલગ વલણ અપનાવી રહ્યું છે ચીન બંન્ને દેશોની વચ્ચે સહમતિનું પાલન કરી રહ્યું નથી હાલમાં વાર્તાનો દોર ચાલુ છે પરંતુ તાકિદે સમાધાનની આશા નજરે પડી રહી નથી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.